-
નાઈટ્રિક એસિડની ડ્રોપર બોટલ
-
હાઇડ્રોક્લોરિક એસિડની ડ્રોપર બોટલ
-
આયોડિન સોલ્યુશનની બોટલ
-
ખાંડના દાણા
-
કાચની પેટ્રી ડીશ
-
ટોપરવાળી ટેસ્ટ ટ્યુબ
-
ગ્લાસ રોડ
-
ટીશ્યુ પેપર
કીટમાં રહેલા રીએજન્ટનો ઉપયોગ માત્ર તેની સાથે આપવામાં આવેલી સૂચનાઓ અને યોગ્ય સલામતીના નિયમો અનુસાર જ કરવો જોઈએ. દરેક કીટમાં તમામ પરીક્ષણો ઉપલબ્ધ હોય તે જરૂરી નથી.
દિવાળીમાં ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
-
વિશ્વસનીય અને સ્વચ્છ દુકાનમાંથી જ મીઠાઈ તથા અન્ય ખાદ્ય પદાર્થો ખરીદો.
-
પેકેટ પર ઉત્પાદન અને ઉપયોગની છેલ્લી તારીખ તપાસો.
-
પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશનની વિગતો તપાસો.
-
અસામાન્ય રંગ, ગંધ કે સ્વાદ ધરાવતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળો.
-
શંકાસ્પદ ખાદ્ય પદાર્થ અંગે ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરો.
-
માત્ર ઘરેલું પ્રાથમિક પરીક્ષણના આધારે કોઈ ખાદ્ય પદાર્થને શુદ્ધ કે ભેળસેળયુક્ત જાહેર ન કરો.
દિવાળીના તહેવારમાં મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે સ્વાદની સાથે ગુણવત્તા અને સલામતીને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે. કોઈ વસ્તુમાં ભેળસેળની શંકા હોય તો જાતે જોખમી રાસાયણિક પ્રયોગ કરવાને બદલે ફૂડ સેફ્ટી વિભાગ અથવા માન્ય લેબોરેટરીનો સંપર્ક કરવો વધુ યોગ્ય છે.




